ભરૂચ: જંબુસરની હાજી કન્યાશાળા ખાતે મોબાઈલ સાયન્સ લેબ દ્વારા નિદર્શન યોજાયું

જંબુસરની હાજી કન્યાશાળા ખાતે જોય ઓફ સાયન્સ હેઠળ વિદ્યાર્થીઓમાં ગણિત વિજ્ઞાન વિષયમાં રસરૂચી જાગે તે માટે વિજ્ઞાન અને ગણિતના પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું હતું

New Update
ભરૂચ: જંબુસરની હાજી કન્યાશાળા ખાતે મોબાઈલ સાયન્સ લેબ દ્વારા નિદર્શન યોજાયું

ભરૂચના જંબુસરની હાજી કન્યાશાળા ખાતે જોય ઓફ સાયન્સ હેઠળ વિદ્યાર્થીઓમાં ગણિત વિજ્ઞાન વિષયમાં રસરૂચી જાગે તે માટે વિજ્ઞાન અને ગણિતના પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું હતું

વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અમદાવાદ સંસ્થા 1966 થી વિજ્ઞાન અને ગણિત વિષય પર વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ગણિત વિષયમાં રસરૂચી જાગે તે માટે સાયન્સ સેન્ટર દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે અને એસ્ટ્રોનોમી વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે છેવાડાના ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં ગણિત વિજ્ઞાન કાર્ય શાળાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજરોજ જંબુસર તાલુકાના ખાનપુર નાડા તથા હાજી કન્યાશાળા ખાતે પ્રાથમિક અને માધ્યમિક બાળકોને જોય ઓફ સાયન્સ હેઠળ સાયન્સ કોમ્યુનિકેટર જીલ પટેલ વિસ્મય મોરી દ્વારા બાળકોને જ્ઞાન આપવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય રાહુલ મોરી તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો

Latest Stories