/connect-gujarat/media/post_banners/5277c775cd1ab790e6aa58596f92663af0535c0c98fb17c3056d1f79b76ec3c2.jpg)
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કાંટીદરા ગામે ગત મોડી રાત્રે 2 મકાનમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો. કાંટીદરા ગામે રહેતા વિનોદ વસાવા અને બાબુ વસાવાના મકાનમાં એકાએક આગ ભભૂકી ઉઠતાં ગ્રામજનો ચિંતામાં મુકાયા હતા. જોતજોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બન્ને મકાનો આગની લપેટમાં આવી ગયા હતા.
આગના કારણે મકાનમાં રહેલ તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. તો બીજી તરફ, સ્થાનિકોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. બનાવની જાણ થતાં જ ઝઘડીયા GIDC તેમજ RPL કંપનીના ફાયર ટેન્ડર ઘટના સ્થળ પર આવી પાણીનો મારો ચલાવી ભારે જેહમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાના બનાવમા કોઈ મોટી જાનહાનિ નહી થતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.મકાનમાં રહેલ તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી