Connect Gujarat
ભરૂચ

ભરૂચ: દહેજની રોહા ડાયકેમ કંપનીના થર્મિક ફિટર પ્લાન્ટ સેક્શનમાં લાગી હતી આગ,6 ફાયર ટેન્ડરોએ આગ પર મેળવ્યો કાબૂ

દહેજ સેઝ 2માં આવેલ રોહા ડાયકેમ કંપનીમાં ગતરોજ રાત્રિના સમયે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

X

ભરૂચના દહેજ સેઝ 2માં આવેલ રોહા ડાયકેમ કંપનીમાં ગતરોજ રાત્રિના સમયે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. 6 ફાયર ટેન્ડરોએ 3 ક્લાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો

ઓદ્યોગીક જિલ્લા ભરુચમાં વિવિધ કંપનીમાં અવારનવાર આગ લાગવાના બનાવો બને છે ત્યારે દહેજના લખીગામ લુવારા નજીક સેઝ 2માં આવેલ રોહા ડાયકેમ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક આખો પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો. સમયસૂચકતા વાપરી કંપનીના કર્મચારીઓ પ્લાન્ટની બહાર દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ 6 ફાયર ટેન્ડરોએ ઘટના સ્થળે આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. ઘટનાની ગંભીરતા જોતાં પોલીસ,સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પણ બનાવના સ્થળે પહોંચ્યા હતા. તંત્રની પ્રાથમિક તપાસમાં બ્લ્યુ ડાઈઝ પીગમેંટ બનાવટી કંપનીના થર્મિક ફિટર પ્લાન્ટ સેક્શનના આગ ફાટી નિકળી હતી જેને 3 ક્લાક બાદ કાબુમાં લેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

Next Story