Connect Gujarat
ભરૂચ

ભરૂચ : તવરા ગામે સોખડા મંદિર દ્વારા પ્રેમ સ્વરૂપ સ્વામીની ભવ્ય આત્મીય સભા યોજાય...

તવરા ગામ ખાતે સોખડા મંદિરના પ્રેમ સ્વરૂપ સ્વામીની આત્મીય સભા યોજાય હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

X

ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે સોખડા મંદિરના પ્રેમ સ્વરૂપ સ્વામીની આત્મીય સભા યોજાય હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ તાલુકાના તવરા ગામના પ્રેમ સ્વરૂપ સ્વામીના ભક્તો દ્વારા ભવ્ય સત્સંગ સભા યોજાય હતી. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ભજન કિર્તનનો લાભ લીધો હતો. ઉપરાંત નવા તવરા બસ સ્ટેન્ડથી રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, આ રેલી સમગ્ર નવા તવરા અને જુના તવરા ગામના મુખ્ય માર્ગ પર ફરીને જુના તવરા બસ સ્ટેન્ડ નજીક આવેલ ગ્રાઉન્ડ ખાતે પહોચી સમાપન થઈ હતી. આ સભામાં પ્રેમ સ્વરૂપ સ્વામીનું સ્વાગત ગામના આગેવાનો તથા સ્વામિનારાયણ ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રેમ સ્વરૂપ સ્વામીએ તેમના પ્રવચનમાં ભક્તોને હરિધામ સોખડા મંદિરે આગામી તા. 27 ડિસેમ્બરના રોજ સામૈયામાં પધારવા માટે આમંત્રિત કર્યા હતા. હરિપ્રસાદ સ્વામીની જૂની યાદો અને વાતોને વાગોળી તાજી કરી હતી.

Next Story