Connect Gujarat
ભરૂચ

ભરુચ : જૈન ધર્મના શ્રેષ્ઠ પર્વ પર્યુષણના છેલ્લા દિવસે યોજાય ભવ્ય શોભાયાત્રા, સંવત્સરીની કરાઇ ભવ્ય ઉજવણી….

ભરૂચ શહેર જૈન ધર્મના શ્રેષ્ઠ પર્વ પર્યુષણના છેલ્લા દિવસે સંવત્સરીની જૈન બંધુઓએ શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરી હતી.

X

ભરૂચ શહેર જૈન ધર્મના શ્રેષ્ઠ પર્વ પર્યુષણના છેલ્લા દિવસે સંવત્સરીની જૈન બંધુઓએ શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરી હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા.

ભરૂચમાં જૈન સમાજના લોકો દ્વારા સંવત્સરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિનાલયમાં સંવત્સરી પ્રતિક્રમણ કરી જૈનોએ મિચ્છામિ દુકકડમ પાઠવી ક્ષમા માગી વર્ષ દરમિયાન કરેલા પાપોનું પ્રાય‌શ્ચિ‌ત કયુ હતું. શહેરના શક્તિનાથ ખાતેના જિનાલયમાં 40 તપસ્વીઓના પારણા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના શક્તિનાથ ખાતે આવેલ જૈન દેરાસરથી શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા વિવિધ વિસ્તારમાં ફરી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈનબંધુઓ જોડાયા હતા. આ શોભા યાત્રામાં જે 40 તપસ્વીઓએ તપ પૂર્ણ કર્યા હતા તેમને આદર સત્કાર સાથે બગીમાં બેસાડી ઢોલ નગારા સાથે શહેરના શક્તિનાથ, સિવિલ રોડ,પાંચબતીથી શક્તિનાથ ખાતેના જિનાલય સુધી શોભાયાત્રા કાઢી જૈન સમાજના લોકોએ સત્કાર કર્યા હતા.

Next Story