ભરૂચ : વડોદરા રેન્જ IG સંદીપ સિંઘની અધ્યક્ષતામાં પાલેજ ખાતે લોક દરબાર યોજાયો...

વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે વડોદરા રેન્જ IG સંદીપ સિંઘની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ગુજરાત સરકાર દ્વારા વર્તમાનમાં રાજ્યના નાગરિકો જેમાં સીનયર સીટીઝન, મહિલાઓ તેમજ વ્યાજખોરોનો ભોગ બનનાર વ્યક્તિઓને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો કોઈ પણ નાગરિકોને પોલીસ મથકે જવું ન પડે તેવા હેતુથી જે તે ગામ તથા વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે પ્રજાના પ્રશ્નનોનું વહેલી તકે નિરાકરણ લાવવા પોલીસ વિભાગ મેદાને આવ્યું છે. સરકારના આ અભિગમના ભાગરૂપે પોલીસ મહા નિર્દેશક સંદીપ સિંઘ વડોદરા વિભાગના અધ્યક્ષસ્થાને પાલેજની કેપીએસ ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે લોક દરબાર યોજાયો હતો. આ લોક દરબારમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ, ડીવાયએસપી, પાલિજ પોલીસ મથકના પીઆઇ સહિત નબીપુર અને આમોદ પોલીસ મથકના અધિકારીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં પાલેજ આસપાસ પાલેજ સહિત આમોદ નબીપુરના ગામોના સરપંચો સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો, નાગરિકો, વેપારીઓ અને જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories