ભરૂચ: સૂર્યનમસ્કારના સામૂહિક કાર્યક્રમનું કરાયુ આયોજન,અનેક આગેવાનો જોડાયા

રાજ્યકક્ષાનો કાર્યક્રમ મોઢેરાના સૂર્ય મંદીર, મહેસાણા તથા અન્ય 50 સ્થળો ઉપર વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા એક સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કર્યા હતા.

New Update
ભરૂચ: સૂર્યનમસ્કારના સામૂહિક કાર્યક્રમનું કરાયુ આયોજન,અનેક આગેવાનો જોડાયા

ભરૂચ વહીવટી તંત્ર દ્વારા કરાયુ આયોજન

સૂર્યનમસ્કારના સામૂહિક કાર્યક્રમ યોજાયો

વર્લ્ડ રેકોર્ડ સર્જવા ભરૂચ પણ ભાગીદાર બન્યુ

જે.પી.કોલેજના ગ્રાઉન્ડ તેમજ શુકલતીર્થ ખાતે આયોજન કરાયુ

વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા રહ્યા ઉપસ્થિત

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં વર્લ્ડ રેકોર્ડ સર્જવા ભરૂચ પણ આ અભિયાનમાં ભાગીદાર બન્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર-મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આજ રોજ રાજ્યભરમાં 108 સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે પૈકી રાજ્યકક્ષાનો કાર્યક્રમ મોઢેરાના સૂર્ય મંદીર, મહેસાણા તથા અન્ય 50 સ્થળો ઉપર વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા એક સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કર્યા હતા. આ વર્લ્ડ રેકોર્ડના આયોજનમાં ભરૂચના 2 સ્થળોએ ભાગીદારી નોંધાવી હતી જેમાં ભરૂચના જે.પી.કોલેજના ગ્રાઉન્ડ તથા આઇકોનિક સ્થળ શુકલતીર્થમાં નર્મદા સ્કૂલ સામેના મેળાના મેદાનમાં પણ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા સહિત મોટી સંખ્યામાં લોકોએ સૂર્ય નમસ્કાર થકી નવા વર્ષની શરૂઆત કરી હતી

Latest Stories