/connect-gujarat/media/post_banners/f13127b115581f933df6016eb2a2058192174ff0d09d7fd779cc45750c462ac2.jpg)
ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ખાતે પોલીસ જવાનો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના નબીપુર ગામે આવેલ સાર્વજનિક હોસ્પિટલ ખાતે અવાર નવાર મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ નેત્રરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેનો બહોળી સંખ્યામાં લાભાર્થીઓ લાભ લેતા હોય છે, ત્યારે આજરોજ નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે નબીપુર પોલીસ મથકના પોલીસકર્મીઓ તેમજ તેમના પરિવારના સભ્યો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં નબીપુર સાર્વજનિક હોસ્પિટલના ડૉ. જીજ્ઞાશા ચોકસી સહિત તબીબી ટીમે સેવાઓ પ્રદાન કરી હતી. મેડિકલ ચેકઅપ કેમ્પ દરમ્યાન નબીપુર પોલીસ મથકના પીએસઆઈ કે.એન.ચૌધરી, સાર્વજનિક હોસ્પિટલના ટ્રસ્ટી તેમજ ઓફીસ ઇન્ચાર્જ અને કર્મચારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.