ભરૂચ: ચૂંટણીને અનુલક્ષીને જનરલ ઓબ્ઝર્વર, ખર્ચ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરની સંયુક્ત અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

ભરૂચ સંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે જનરલ ઓબ્ઝર્વર સંદિપ કૌર અને ચૂંટણી ખર્ચ નિરીક્ષક રામ કુમાર યાદવ (IRS) અને પુટ્ટમદૈયા એમ. (IPS)ની પોલીસ ઓબ્ઝર્વર નિમણૂંક કરવામાં આવી

ભરૂચ: ચૂંટણીને અનુલક્ષીને જનરલ ઓબ્ઝર્વર, ખર્ચ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરની સંયુક્ત અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
New Update

આગામી તા. ૭ મેના રોજ યોજાનાર ૨૨- ભરૂચ સંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે જનરલ ઓબ્ઝર્વર સંદિપ કૌર અને ચૂંટણી ખર્ચ નિરીક્ષક રામ કુમાર યાદવ (IRS) અને પુટ્ટમદૈયા એમ. (IPS)ની પોલીસ ઓબ્ઝર્વર નિમણૂંક કરવામાં આવી છે.આજે જી.એન.એફ.સી.ગેસ્ટ હાઉસ ખાતેના કોન્ફરન્સરૂમમાં ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી, પોલીસ અધિક્ષક સહિત ચૂંટણી ફરજ સાથે જોડાયેલા નોડલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.


બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લામાં સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ બેઠકોમાં થઈ રહેલી કામગીરી અંગે ઓબ્ઝર્વરોને અવગત કરાવ્યાં હતા. તે સાથે સંસદીય મતવિસ્તારમાં પોલિંગ સ્ટાફ અને મતદાતાઓને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટેના આગામી આયોજન અને થયેલી કામગીરીની જિલ્લા ચૂંટણી અધિકારીએ વિસ્તૃત જાણકારી આપી હતી.  

#Bharuch #GujaratConnect #Loksabha Election #Bharuch Loksabha Election #લોકસભા ચૂંટણી #ચૂંટણી 2024 #Bharuch Loksabha Seat #Election2024 #ઓબ્ઝર્વર #ચૂંટણી અધિકારી
Here are a few more articles:
Read the Next Article