ભરૂચ : દહેજના વડદલા ગામે રોયલ કોલોનીમાં ચોથા માળેથી નીચે પટકાતાં પરપ્રાંતીય યુવાનનું મોત...

ભરૂચના દહેજના વડદલા ગામની રોયલ કોલોની ખાતે ચોથા માળેથી નીચે પટકાતાં પરપ્રાંતીય યુવાનનું કરૂણ મોત નીપજયું હતું.

New Update

મળતી માહિતી અનુસાર, મૂળ મધ્ય પ્રદેશ અને હાલ ભરૂચના દહેજના વડદલા ગામની રોયલ કોલોની ખાતે રહેતો 25 વર્ષીય દિનેશ સિંગ મેઘમણી કંપનીમાં નોકરી કરે છે. જેનું ગતરોજ મોડી રાતે ચોથા માળેથી નીચે પટકાતાં શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. બનાવ અંગે દહેજ પોલીસે ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.