/connect-gujarat/media/post_banners/3b603474250b3b13f320851e89184f46189ed91856cbd67b287ef3a45a5b68aa.webp)
ભરૂચની મનુબર ચોકડી નજીક એક્ટિવા પર જઈ રહેલા માતા અને બે બાળકોને ટ્રક ચાલકે અડફેટે લઈ ગંભીર ઇજાઓ પોહચાડી હતી.
મનુબર ચોકડી નજીક એક મહિલા બે બાળકોને એક્ટિવા પર બેસાડી લઈ જઈ રહી હતી. દરમ્યાન એક ટ્રક ચાલકે એક્ટિવાને અડફેટે લીધી હતી.. આસપાસ રહેલા વાહન ચાલકો અને લોકોએ દોડી આવી મહિલા અને બાળકોને ટ્રક નીચેથી બહાર કાઢવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું. દરમ્યાન ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. લોકોએ ભારે જહેમતે ત્રણેય ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા હતા. અકસ્માતના પગલે મનુબર ચોકડી અને દહેજ બાયપાસ પર ટ્રાફિકજામ સર્જાયો હતો.
બીજી તરફ રોષે ભરાયેલા લોકોએ તંત્ર અને પોલીસ પર ભડાસ કાઢી હતી. આર.ટી.ઓ, ટ્રાફિક ,ભરૂચ પોલીસને મોપેડ, બાઇક, રીક્ષા, ફોર વ્હિલર ચાલકો દેખાય છે પણ કાયદાનો ભંગ કરતા ટ્રક, હાઈવા, ડમ્પર ચાલકો દેખાતા નથી. ઓવરલોડેડ ચાલતા ભરૂચ-દહેજ માર્ગ પર ભારે વાહનો પર લગામ લાવવા, કાયદેસર કાર્યવાહી કરવા માંગણી કરાઈ છે. વધુમાં મનુબર ચોકડી પર પોલીસ પોઇન્ટ મુકવાની પણ માંગણી કરાઈ છે.