Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મહારાષ્ટ્રના પાલઘરથી પગપાળા હજ યાત્રાએ નીકળેલી મુસ્લિમ યુવતીનું ભવ્ય સ્વાગત કરાયું...

મહારાષ્ટ્રના પાલઘરથી હજ પઢવા મક્કા મદીના નીકળેલી મુસ્લિમ યુવતી સના અન્સારી ભરૂચ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

X

ભરૂચમાં આજે મુસ્લિમ બિરાદરોમાં અનોખી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મહારાષ્ટ્રના પાલઘરથી કદમ કદમ બઢાવી 7,500 KMની પગપાળા હજ યાત્રાએ જવા નીકળેલી યુવતી ભરૂચ આવી પહોચતા મુસ્લિમ બંધુઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

મહારાષ્ટ્રના પાલઘરથી હજ પઢવા મક્કા મદીના નીકળેલી મુસ્લિમ યુવતી સના અન્સારી ભરૂચ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગતમાં લઘુમતી સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા. મુસ્લિમ સમાજના બિરાદરો મક્કા મદીનાની હજયાત્રા કરતા હોય છે. મક્કા મદીનાની હજ યાત્રાનું ભારત સહિત વિશ્વના તમામ મુસ્લિમોમાં ખૂબ જ મહત્વ રહેલું છે, ત્યારે મહારાષ્ટ્રના પાલઘરની યુવતીએ પદયાત્રા થકી મક્કા મદીના હજ પઢવાનું નક્કી કર્યું હતું. આ યુવતી 22 દિવસ પહેલા મહારાષ્ટ્રના પાલઘરથી નીકળી ગુજરાતના વિવિધ જિલ્લામાંથી પસાર થઇ ભરૂચમાં આવી પહોંચતા તેનું મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યુવતી ભરૂચ ખાતે ટૂંકું રોકાણ કરી રાજસ્થાન, પંજાબથી વાઘા બોર્ડર પાસ કરી પાકિસ્તાન, ઈરાન-ઈરાક થઇ 1 વર્ષની સફર થકી 7,500થી વધુ કિલોમીટરની પદયાત્રા ખેડી મક્કા મદીના પહોંચશે, ત્યારે યુવતી તેની આ પદયાત્રા સારી રીતે પૂર્ણ કરે તેવી તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા દુઆઓ ગુજારવામાં આવી હતી.

Next Story