Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખી ઝઘડિયાના ઉમલ્લા પોલીસ મથકે યોજાય શાંતિ સમિતિની બેઠક

ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.

ભરૂચ : ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખી ઝઘડિયાના ઉમલ્લા પોલીસ મથકે યોજાય શાંતિ સમિતિની બેઠક
X

ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઓવરલોડ રેતી વહન બાબતે રજુઆત તથા વ્યાજના દુષણ તેમજ ચાઈનીઝ દોરીના વેચાણ વપરાશ પર પ્રતિબંધ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઇ પટેલની અધ્યક્ષતામાં ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તાર ના આવતા ગામોના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ઉમલ્લા પોલીસ મથક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા બાબતે ઉમલ્લા પી.એસ આઈ પટેલ દ્વારા આગેવાનો ને જરૂરી સુચનાઓ આપતા જણાવ્યું હતું કે, ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા તેમજ વ્યાજના દૂષણને દુર કરવા જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ઇન્દોર ગામના આગેવાન સીડી પટેલ ઉમલ્લા પોલીસ મથકના પીએસઆઈને ઓવર લોડ તેમજ ભીતિ રેતી લઈ જતા વાહનો ઉપર કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી‌. તેમજ ઉમલ્લાના વેપારીઓ દ્વારા મેઈન બજારમાં ટ્રાફિકની સમસ્યાની રજૂઆત કરવામાં આવી હતી. પી.એસ.આઇ. દ્વારા રજૂઆત ધ્યાનમાં લઈ કાયદાકીય કાર્યવાહી કરવાની બાહેધરી આપી હતી. જેમાં મોટી સંખ્યામાં ઉમલ્લાની આજુબાજુ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story