ભરૂચ : હીંગલોટની શાળામાં એઇડસ દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ભરૂચના હીંગલોટ ગામમાં વેલ્ફેર નર્સિંગ કોલેજ અને ઇનર વ્હીલ કલબ ઓફ ભરૂચના સંયુકત ઉપક્રમે એઇડસ દિવસની ઉજવણી

New Update

ભરૂચના હીંગલોટ ગામમાં વેલ્ફેર નર્સિંગ કોલેજ અને ઇનર વ્હીલ કલબ ઓફ ભરૂચના સંયુકત ઉપક્રમે એઇડસ દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમગ્ર વિશ્વમાં તારીખ પહેલી ડીસેમ્બરના રોજ વિશ્વ એઇડસ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Advertisment

વિશ્વ એઇડસ દિવસ અંતર્ગત ભરૂચના હીંગલોટ ગામની શાળામાં કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ સ્થિત વેલ્ફેર નર્સિંગ કોલેજના આચાર્ય તથા સ્ટાફે વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોને એઇડસની બિમારી તથા તેનાથી કઇ રીતે બચી શકાય તેની વિસ્તૃત જાણકારી આપી હતી. આ પ્રસંગે વેલ્ફેર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ઝુબેર પટેલ, કાદર ડેલાવાળા, ઇનર વ્હીલ કલબના પ્રમુખ રીઝવાના જમીનદાર સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. હીંગલોટ શાળામાં આચાર્ય સલીમ પટેલે જણાવ્યું હતું કે, એઇડસથી પીડિત વ્યક્તિ સાથે આત્મીયતાપુર્વકનું વર્તન કરવું ખૂબ જરૂરી છે. વેલ્ફેર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ઝુબેર પટેલે જણાવ્યું કે, એઇડસની બિમારીને રોકવા માટે સૌ એ પ્રયત્નશીલ બનવું પડશે. આપણે પોતે જાગૃત બનીને બીજાને પણ જાગૃત કરવા પડશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

Advertisment