Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ભારતીય મજદૂર સંઘને L-20 અંતર્ગત અધ્યક્ષતા પ્રાપ્ત થતાં રાજપૂત છાત્રાલય ખાતે સેમિનાર યોજાયો...

ભારત સરકાર તરફથી ભારતીય મજદૂર સંઘને L-20માં અધ્યસ્થાન સરકાર દ્વારા આપવામાં આવ્યું છે.

X

ભરૂચ જિલ્લા મજદૂર સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ દ્વારા G-20 અને લેબર-20 અંતર્ગત પર્યાવરણ ડેવલપમેન્ટ અને ઔદ્યોગિકના વિષય અંગે ચર્ચા વિચારણાના હેતુ ભરૂચના સેવાશ્રમ રોડ પર આવેલ રાજપૂત છાત્રાલય ખાતે સેમિનાર યોજાયો હતો.

ભારત સરકાર તરફથી ભારતીય મજદૂર સંઘને L-20માં અધ્યસ્થાન સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. જેના અધ્યક્ષ તરીકે અખિલ ભારતીય મજદૂર સંઘ-ભરૂચના પ્રમુખ હિરન્મય પંડ્યાનો ગુજરાત ભારતીય મજદૂર સંઘ L-20ના ચેરમેન તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે ભરૂચ ભારતીય મજદૂર સંઘ દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ નજીક રજપૂત છાત્રાલય ખાતે L-20 અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પર્યાવરણ જાગૃતતા, મહિલા સશક્તિકરણ સહિત વિવિધ સામાજિક સુરક્ષા અને કામદાર જાગૃતતા સહિતના મુદ્દાઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. જેમાં L-20ના અધ્યક્ષ હીરન્મય પંડ્યા દ્વારા યોજાનાર કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપી આગામી કાર્યક્રમની રૂપરેખા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા મજદૂર સંઘના જિલ્લા મંત્રી હરિકેશ રાજપુત, જિલ્લા પ્રમુખ વિજય ચૌહાણ, ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભારતીય મજૂર સંઘ જીગ્નેશ મજમુદાર, સહ સંયોજક L-20 ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘના કેયુર ગોહિલ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story