ભરૂચ : પરીએજની હઝરત બાવા રૂસ્તમ દરગાહ શરીફ ખાતે ઉર્સ શરીફની કરાય સાદગીપૂર્વક ઉજવણી...

હઝરત બાવા રૂસ્તમ રહમતુલ્લાહ અલયહિ દરગાહ શરીફ ખાતે સાદગીપૂર્ણ રીતે ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ : પરીએજની હઝરત બાવા રૂસ્તમ દરગાહ શરીફ ખાતે ઉર્સ શરીફની કરાય સાદગીપૂર્વક ઉજવણી...
New Update

ભરૂચ તાલુકાના પરીએજ ગામ નજીક આવેલ સુપ્રસિધ્ધ હઝરત બાવા રૂસ્તમ રહમતુલ્લાહ અલયહિ દરગાહ શરીફ ખાતે સાદગીપૂર્ણ રીતે ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચના પરીએજ ગામ નજીક સુપ્રસિધ્ધ હઝરત બાવા રૂસ્તમ રહમતુલ્લાહ અલયહિની દરગાહ આવેલી છે. જ્યાં દર વર્ષે ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવે છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી વિશ્વ વ્યાપી કોરોના મહામારીના પગલે દરગાહ શરીફ ખાતે ઉર્સ શરીફની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વર્ષોવર્ષ દરગાહ શરીફ ખાતે ઉર્સ શરીફની વિધિમાં મોટી સંખ્યામાં દરેક ધર્મના શ્રદ્ધાળુઓ ઉત્સાહ પૂર્વક ભાગ લેતા હોય છે. પરંતુ કોરોના મહામારીના કારણે ઉર્સ શરીફની વિધિ માત્ર દરગાહના ખાદીમોની હાજરીમાં પૂર્ણ કરાય હતી. સાથે જ દરગાહ સંચાલકો દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખી દરગાહ શરીફમાં શ્રદ્ધાળુઓને એકત્ર થવાની પણ મનાઈ ફરમાવાય હતી. સાથે જ અહી આવતા દરેક શ્રદ્ધાળુઓએ પણ સરકારની ગાઈડલાઈનનું પાલન કરી સહયોગ આપ્યો હતો.

#Bharuch #celebrations #Urs Sharif #dargah #Hazrat Bawa Rustam Dargah Sharif #Pariej
Here are a few more articles:
Read the Next Article