/connect-gujarat/media/post_banners/85ebcd8d7fa9e0735f23c820834390c250a4870ffa9d3b7ed03bd22dc4fd3bb4.jpg)
ભરૂચ લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે લોકસભા બેઠકની કોર કમિટી અને ચૂંટણી પ્રબંધન સમિતિની વિશેષ મિટિંગ મળી હતી
લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા અને કલસ્ટર પ્રભારી પ્રદિપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં ભરૂચ લોકસભા સીટની કોર કમિટી તથા ચૂંટણી પ્રબંધન સમિતિની બેઠક યોજાય હતી.બેઠકમાં લોકસભા સંયોજક યોગેશ પટેલ, ભરૂચ જિલ્લા પ્રભારી અશોક પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી રીતેશ વસાવા, ડી. કે સ્વામિ અને અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં આવનાર લોકસભા ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.