/connect-gujarat/media/post_banners/d65867ce3a9e82c8f181b013237b70c8d9c52a2f1dc4314aaf0a85dfcb8df76f.webp)
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મહાપુરા ગામમાં તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જંબુસર તાલુકાના મહાપુરા ગામમાં પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર અને જિલ્લા પંચાયત ભરૂચ અને પશુ ચિકિત્સાલયના ડોક્ટરોની ટીમ દ્વારા પશુપાલનની યોગ્ય માહિતી આપવા હેતુસર પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દૂધાળા પશુઓનું કેવી રીતે પાલન કરવું અને કેવી રીતે દૂધ વધે તેની ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી. તથા પશુઓમાં થતાં વિવિધ રોગથી પશુઓને કેવી રીતે બચાવી શકાય તે અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ અંજના સિંધા, ગામ અગ્રણી માજી સરપંચ સુરેશ પટેલ, માજી ડેપ્યુટી સરપંચ મુન્ના ઠાકોર, હાલના ડેપ્યુટી સરપંચ બળદેવભાઈ, પશુપાલન નિયામક ડો. કુસાલ વસાવા, પશુ ચિકિત્સા અધિકારી જંબુસર ડો. મિતેશ પરમાર, આમોદના ડો. હર્ષ ગોસ્વામી, ભરૂચ દૂધ ધારા ડેરીના પશુ ચિકિત્સા અધિકારી પ્રવીણ સાવલિયા ઉપસ્થિત રહી ગ્રામજનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.