Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઉંધા પગે પગપાળા યોજી લોકોને સીધા માર્ગે ચાલવાનો સંદેશો આપતા સંતની સાઈબાબા પ્રત્યે અનોખી શ્રદ્ધા...

ધર્મશાળા ગામ સ્થિત શિરડી સાંઈ સમર્થ આશ્રમના મહંત ઊંધા પગપાળા યાત્રા યોજી સાંઈ બાબા પ્રત્યે પોતાનાઈ અનોખી ભક્તિ વ્યક્ત કરી રહ્યા છે.

X

ભરૂચ જિલ્લાના ધર્મશાળા ગામ સ્થિત શિરડી સાંઈ સમર્થ આશ્રમના મહંત ઊંધા પગપાળા યાત્રા યોજી સાંઈ બાબા પ્રત્યે પોતાનાઈ અનોખી ભક્તિ વ્યક્ત કરી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં આવેલું પ્રસિદ્ધ શિરડી સાંઈ ધામ અનેક લોકો માટો આસ્થાનું પ્રતિક છે, ત્યારે પોતાની ઈચ્છા પૂરી કરવા માટે ભક્તો શિરડી જવા માટે આકરી માનતાઓ માને છે. આજે અમે તમને ભરૂચના એવા જ એક અનોખા સાંઈ ભક્ત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ભરૂચ નજીક આવેલા શુક્લતિર્થ સ્થિત મીની શિરડી ગણાતા સાંઈ સમર્થ આશ્રમના મહંત વર્ષમાં 5 વખત ઊંધા પગે ચાલીને મહારાષ્ટ્રના મોટા શિરડી પહોંચે છે. વર્ષમાં 570 કિલો મીટર 5 વાર ઊંધા પગે શિરડીની યાત્રા કરીને તેઓ લોકોને સીધા માર્ગે ચાલવાની શીખ આપે છે. ભરૂચના ધર્મશાળા ગામમાં શિરડી સાંઈ સમર્થ આશ્રમના મહંત પરમહંસ સંતજી પરમગુરુ સાંઈના નામે ઓળખાતા મહંત આશ્રમમાં અન્નક્ષેત્ર પણ ચલાવે છે. સાંઈ બાબા જેવું જ આબેહૂબ રૂપ ધરાવતા મહંત એક વર્ષમાં 5 વખત ઊંધા પગપાળા યાત્રા કરી સાંઈ બાબાની અનોખી ભક્તિ વ્યક્ત કરી રહ્યા છે. આ અંગે તેઓએ જણાવ્યું હતું કે, તેઓને સાંઈ પ્રત્યે અપાર શ્રદ્ધા છે. કોઈ ઉલ્ટુ કરે, તો લોકોની નજર તરત જ તેના ઉપર પડે છે. આથી હું ઉલ્ટો ચાલીને લોકોને સીધા માર્ગે ચાલવાનો સંદેશો પાઠવી રહ્યો છું.

Next Story