Connect Gujarat
ભરૂચ

ભરૂચ : શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા વડદલા APMC ખાતે ભરૂચ-નર્મદા જિલ્લાનું ગામ સંમેલન યોજાયું…

શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા ભરૂચના વડદલા APMC ખાતે ભરૂચ-નર્મદા જિલ્લાનું ગ્રામ વિકાસ સંમેલન યોજાયું હતું.

X

શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા ભરૂચના વડદલા APMC ખાતે ભરૂચ-નર્મદા જિલ્લાનું ગ્રામ વિકાસ સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત પ્રાંત પ્રચારક તેમજ પ્રાંત સહ સંયોજકે ઉપસ્થિત રહી લોકોને માર્ગદર્શન આપ્યું હતું.

સમાજની સજ્જન વ્યક્તિઓ સમાજ વિકાસના કાર્યમાં જોડાય, ગામની તેમજ સામાજિક સમસ્યાના નિરાકરણ માટે ગામ પોતે સમવૈચારિક શક્તિઓને જોડીને ગામનો સંપૂર્ણ વિકાસ કરે તેવા ઉમદા ધ્યેય સાથે ભરૂચના વડદલા APMC ખાતે શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા ભરૂચ-નર્મદા જિલ્લાનું ગ્રામ વિકાસ સંમેલન યોજાયું હતું. આ વેળાએ ગુજરાત પ્રાંતના પ્રાંત પ્રચારક ચિંતન ઉપાધ્યાય તેમજ ગુજરાત પ્રાંતના સામાજિક સમરસતાના પ્રાંત સહસંયોજક ભાઈલાલ પટેલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ વિકાસ સંમેલનમાં ભૂમિ, જળ, વન, જીવ, ગૌ, ઉર્જા, જન જેવા 7 સંપદાને બચાવવા અને તેનું સંવર્ધન કરવાનો અનુરોધ કરાયો હતો. આ સાથે જ ગાય આધારિત ખેતી, ગાય ચિકિત્સા કેન્દ્ર, શાકભાજી વેચાણ કેન્દ્ર જેવી વ્યવસ્થા ગામમાં જ થાય તેના પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત પરિવાર મિલન, પરિવાર સંવાદ, પરિવાર વાર્તાલાપ, માતૃ પૂજન વંદન જેવા કાર્યક્રમો કરવા પર ખાસ ભાર મુકાયો.

Next Story