Connect Gujarat
ભરૂચ

ભરૂચ : “શક્તિ વંદના” કાર્યકમ અંતર્ગત ભાજપ મહિલા મોરચા દ્વારા યોજાય પદયાત્રા, મોટી સંખ્યામાં બહેનો જોડાય...

“વિકસિત ભારત વિકસિત ગુજરાત” “નારી શક્તિ વંદના”નો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.

X

રાજ્ય કક્ષાનો નારી શક્તિ વંદનાનો કાર્યક્રમ યોજાશે

PM મોદી વર્ચ્યુલી અને મુખ્યમંત્રીની રહેશે ખાસ હાજરી

શક્તિ વંદના કાર્યકમ અંતર્ગત પદયાત્રાનું આયોજન

જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા યોજાય પદયાત્રા

શક્તિ વંદના કાર્યક્રમની જાગૃતિ અર્થે કરાયું આયોજન

ભરૂચ તાલુકા તથા શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા શક્તિ વંદના કાર્યકમ અંતર્ગત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા ભરૂચના શક્તિનાથ ગ્રાઉન્ડથી નીકળી માતરીયા તળાવ ખાતે સમાપન થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપની કાર્યકર બહેનો જોડાઈ હતી.

ભરૂચના BAPS સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડ ખાતે આવતીકાલે તા. 6 માર્ચના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુલી ઉપસ્થિતિ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં “વિકસિત ભારત વિકસિત ગુજરાત” “નારી શક્તિ વંદના”નો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.

જેના ભાગરૂપે ભરૂચ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા અને ભરૂચ તાલુકા અને શહેરની મહિલાઓ, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓની મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ શક્તિ વંદના કાર્યક્રમની જાગૃતિ અર્થેની પદયાત્રામાં જોડાય હતી. આ પદયાત્રા ભરૂચના શક્તિનાથ ગ્રાઉન્ડથી નીકળી માતરીયા તળાવ ખાતે સમાપન થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપની કાર્યકર બહેનો જોડાઈ હતી.

Next Story