Connect Gujarat
ભરૂચ

ભરૂચ: હાંસોટના ઇલાવ નજીક આવેલ કીમ ખાડીમાંથી પાંખ ધરાવતો કાચબો મળી આવ્યો, જુઓ શું છે વિશેષતા

ઓડિશાના સમુદ્રના તટ ઉપર પ્રજનન માટે પહોંચતા ઓલિવ રિડલી કાચબા ભરૂચ જિલ્લાના ઇલાવ ગામ નજીક કિમ નદીમાંથી મળી આવતા ભારે કુતુહલ સર્જાયું હતું

X

ઓડિશાના સમુદ્રના તટ ઉપર પ્રજનન માટે પહોંચતા ઓલિવ રિડલી કાચબા ભરૂચ જિલ્લાના ઇલાવ ગામ નજીક કિમ નદીમાંથી મળી આવતા ભારે કુતુહલ સર્જાયું હતું.

સામાન્ય રીતે ઓડિશાના સમુદ્રના તટ ઉપર પ્રજનન માટે પહોંચતા ઓલિવ રિડલી કાચબા ભરૂચ જિલ્લાના ઇલાવ નજીક કિમ નદીની ખાડીમાં એક માછીમારની જાળમાં ફસાઈ જતા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. ઇલાવ ગામના માછીમાર નરસિંહ રાઠોડની જાળમાં આ કાચબો આવ્યો હતો.આ સમુદ્રી કાચબો ખા લરા પાણીમાં વસવાટ કરે છે જે મીઠા પાણીની ખાડીમાં કઈ રીતે પહોંચ્યો એ એક તપાસનો વિષય છે.કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યાં તેઓ જન્મે છે 30 વર્ષ પછી તેઓ ત્યાં જ આવીને ઇંડા મૂકે છે. ઓડિશાના સમુદ્ર તટ ઉપર તાજેતરમાં હજારોની સંખ્યામાં આ કાચબા નજરે પડયા હતા.

આ કાચબા દેખાવમાં ખુબ સુંદર હોય છે. જેમનો આકાર તેમના શરીર ઉપર પાંખો હોય તેવો આભાસ કરાવે છે.ઓલિવ રિડલી દર વર્ષે લાખોની સંખ્યામાં પૂર્વીય તટ ઉપર આવે છે. ઓલિવ રિડલી દરિયાઈ કાચબાને પેસિફિક ઓલિવ રિડલી દરિયાઈ કાચબા પણ કહેવામાં આવે છે. આ કાચબો પશ્ચિમ કિનારે નજરે પડવો આશ્ચયની બાબત ગણી શકાય તેમ છે.

Next Story