Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક યુગમાં લગ્ન વિના પણ વંશ આગળ ધપાવ્યો

માતૃત્વ મેળવવા માટે લગ્ન વિના અને પોતાના વંશને આગળ ધપાવવા માટે કુત્રિમ ગર્ભ દ્વારા બાળકીને જન્મ આપ્યો

X

લગ્ન વિના પણ વંશ આગળ વધી શકે તે આજના વૈજ્ઞાનિક યુગની કમાલ છે.જેના સહારે ભરૂચની માતાપ્રેમી યુવતીએ લગ્ન કર્યા વિના માતા બની મધર્સ ડે પર તમામ મહિલાને ઈશ્વરની આ ભેટ એવા માતૃત્વ પ્રાપ્ત કરવા અપીલ કરી છે.

પતિ પ્રેમ વિના પણ યુવતી કુંવારી માતા બની શકે છે જેનો જીવતો જાગતો દાખલો ભરૂચ જિલ્લાના નરનારાયણ સોસાયટીમાંથી સામે આવ્યો છે. યુવતીએ પિતાનું કોરોનામાં મોત થયા બાદ માતાની દેખરેખના કારણે લગ્ન કરવાનું ટાળ્યું હતું,પરંતુ માતૃત્વ મેળવવા માટે લગ્ન વિના અને પોતાના વંશને આગળ ધપાવવા માટે કુત્રિમ ગર્ભ દ્વારા બાળકીને જન્મ આપી મધર્સ ડેના દિવસે દરેક માતાને એક જનજાગૃતિનો સંદેશો આપ્યો છે.

તેણીએ કેન્સર ગ્રસ્ત ભાઈના મોત અને પિતાનું કોરોનાથી મોત થયા બાદ પોતાની અર્થાઈ ટીસની બીમારીથી પીડાતી માતાની ચિંતા કરી લગ્ન કરવાનું ટાળ્યું હતું. ડિમ્પીબેન પરમારે માતૃત્વ પ્રેમ મેળવવા માટે અને તેનો વંશ આગળ વધારવા માટે વિવિધ સ્થળે આધુનિક ટેકનિક માટે સંપર્ક કર્યા હતા પણ ગુજરાતમા તે માટે કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. અંતે મુંબઈ ખાતે એક હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી માતૃત્વ પ્રેમ મેળવવાના પ્રયાસ કરતાં સફળતા મેળવી હતી. ડિમ્પીબેને લગ્ન વિના માતૃત્વ મેળવવા માટે રૂ.૩ લાખ ઉપરાંતનો ખર્ચ કરી કુત્રિમ ગર્ભ ધારણ કરી બાળકીને ૨૨મી એપ્રિલએ જન્મ આપ્યો અને બાળકીનું નામ ધ્યાના રાખ્યું.

લગ્ન વિના માતૃત્વ પ્રેમ મેળવવા માટે માતાએ કુત્રિમ ગર્ભથી મેળવેલી બાળકીને પિતા તરીકે તેણીએ પોતાનું નામ ડિમ્પીબેન પરમાર આપ્યું હતું. આજે માતૃત્વ પ્રેમ મેળવેલ ડીમ્પીબેન પરમારે મધર્સ ડે ઉપર એક અદ્દભુત જનજાગૃતિ ફેલાવતો સંદેશો આપ્યો છે.સિંગલ મધર્સનો આ પ્રકારનો કદાચ જિલ્લામા અને રાજ્યમા પ્રથમ જ કેસ હશે ત્યારે આ હિંમતવાન યુવતીએ સમાજની ચિંતા કર્યા વિના જે રીતે વિજ્ઞાનના સથવારે માતૃત્વ પ્રાપ્ત કર્યું છે તે ખરેખર આગામી દિવસોમા અન્યોને પણ પ્રેરણા પૂરી પાડશે તેમ માનવામાં આવી રહ્યું છે.

Next Story