Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મુન્શી મહિલા બી.એડ. કોલેજમાં વુમેન્સ હેલ્થ અવેરનેસ સેમિનાર યોજાયો, ડો. પ્રગતિ બારોટે આપ્યું માર્ગદર્શન

મુન્શી મહિલા બી.એડ. કોલેજ ખાતે વુમેન્સ હેલ્થ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયનેકોલોજિસ્ટ ડો. પ્રગતિ બારોટે વિદ્યાર્થિનીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.

ભરૂચ : મુન્શી મહિલા બી.એડ. કોલેજમાં વુમેન્સ હેલ્થ અવેરનેસ સેમિનાર યોજાયો, ડો. પ્રગતિ બારોટે આપ્યું માર્ગદર્શન
X

ભરૂચ શહેરની મુન્શી મહિલા બી.એડ. કોલેજ ખાતે વુમેન્સ હેલ્થ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયનેકોલોજિસ્ટ ડો. પ્રગતિ બારોટે વિદ્યાર્થિનીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.

ભરૂચમાં મુન્શી (મનુબરવાલા) મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુન્શી મહિલા બી.એડ. કોલેજ અને અલીફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની વિદ્યાર્થિનીઓ માટે ખાસ વુમેન્સ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામના મુખ્ય મહેમાન તરીકે ગાયનેકોલોજિસ્ટ ડો. પ્રગતિ બારોટ ઉપસ્થિત રહ્યા હતા. જેમનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી સ્વાગત મન્સૂરી સાહેબે કર્યું હતું. ડો. પ્રગતિ બારોટે પોતાના વક્તવ્યમાં સ્ત્રી રોગો અને તેમની સમસ્યાઓ, માસિક ચક્ર, શરીરમાં હોર્મોન્સની અસર વગેરે જેવી બાબતોથી વિદ્યાર્થિનીઓને માહિતગાર કર્યા હતા. આ સાથે જ સ્ત્રીને લગતી શારીરિક સમસ્યાઓ અને તેનું નિવારણ કેવી રીતે કરી શકાય તેની સચોટ સમજ આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થિનીઓ સાથે પ્રશ્નોત્તરી કરી તેમણે સંતોષકારક જવાબો આપી સેમિનારને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમના અંતે બી.એડ.ની તાલીમાર્થી કાજી અસ્માએ ડો. પ્રગતિ બારોટનો આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story