Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ કરે એ પૂર્વે જ પોલીસે કરી અટકાયત

X

ભરૂચમાં વિરોધ પ્રદર્શનનું આયોજન

આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન યોજાયું

અરવિંદ કેજરીવાલની ધરપકડનો વિરોધ

પ્રદર્શન કરે એ પૂર્વે જ આગેવાનોની અટકાયત

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

દિલ્હીના સી.એમ.અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના રેલવે સ્ટેશન બહાર આ કાર્યક્રમ યોજવાનો હતો જો કે આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ કરે તે પૂર્વે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના આગેવાનોની તેમના નિવાસ્થાન અને વિવિધ વિસ્તારોમાંથી અટકાયત કરી લેવામાં આવી હતી.તો આ તરફ રેલવે સ્ટેશન નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Next Story