/connect-gujarat/media/post_banners/c80853a840fdf3ec32c8d6a64142e71de914e75c835c7ec6702bc0be913b6fa4.jpg)
આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત પરિવર્તન યાત્રા અંકલેશ્વરના કાપોદ્રાથી નીકળી ભરૂચ આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું
ગુજરાત રાજ્યમાં છેવાડાના નાગરિકો સુધી પહોંચવા અને પ્રત્યેક લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે આમ આદમી પાર્ટી દ્વારા છ સ્થળોએથી પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઉમરગામથી આપના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં આ યાત્રા નીકળી હતી જે યાત્રા વિવિધ સ્થળોએ ફરી અંકલેશ્વર બાદ ભરૂચમાં પ્રવેશી હતી અને અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી.આ યાત્રામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી રાકેશ હિરપરા,સંગઠન મંત્રી રામ ધડુક જિલ્લા પ્રમુખ જયરાજ સિંહ સહિત આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા