ભરૂચ: નગરપાલિકા અને લાયન્સ ક્લબ દ્વારા "આઓ તુમ્હેં ચાંદ પે લે જાએં" કાર્યક્રમ યોજાયો

નગર સેવા સદન અને લાયન્સ કલબ દ્વારા "આઓ તુમ્હેં ચાંદ પે લે જાએં" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

New Update
ભરૂચ: નગરપાલિકા અને લાયન્સ ક્લબ દ્વારા "આઓ તુમ્હેં ચાંદ પે લે જાએં" કાર્યક્રમ યોજાયો

ભરૂચ નગર સેવા સદન અને લાયન્સ કલબ દ્વારા "આઓ તુમ્હેં ચાંદ પે લે જાએં" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

Advertisment

ભરૂચ નગરપાલિકા અને લાયન્સ ક્લબ ઓફ ભરૂચ દ્વારા ભરૂચના શકિતનાથ ખાતે આવેલા પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે "આઓ તુમ્હેં ચાંદ પે લે જાએં" કાર્યક્રમ યોજાયો હતો.જેમાં તાજેતરમાં ભારતના ચંદ્રયાન ૩ વિક્રમની ચંદ્રની ભુમી પરના સફળતા પૂર્વકના ઉતરાણ માટે ઈસરોના વૈજ્ઞાનિકો અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવા માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા,ભરૂચ નગપાલિકાના પ્રમુખ અમિત ચાવડા સહિતના મહાનુભવોએ દિપ પ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી.કાર્યક્રમની શરૂઆત ગુજરાતના અગ્રગણ્ય વૈજ્ઞાનિક ડૉ.વિક્રમ સારભાઈના પરિચયથી થઈ હતી. ડૉ.વિક્રમ સારાભાઈના પ્રયત્નોથી ભારતીય ઉપગ્રહને અવકાશમાં મૂકવામાં આવ્યો હતો.તેથી તેમને ભારતીય અવકાશ યુગના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે.તેમના નામ ઉપરથી ભારતના ચંદ્રયાન ૩ ને વિક્રમ નામ આપવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં ભરૂચ અને વડોદરાના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ચંદ્ર અને દેશભક્તિ આધારિત ગીતો ગાઈને લોકોના મનને ડોલાવ્યા હતા જેથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.અંતમાં સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈને સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.

Advertisment