New Update
/connect-gujarat/media/post_banners/750505587f3ece8eec16f09e661ef83a1e7b32a630aaf49d392aca94cce6bc51.webp)
ભરૂચ તાલુકાના એક ગામની ૧૫ વર્ષની સગીરા દુકાને જવાનું કહી ગુમ થયેલ પરિવારજનોએ તેના અપહરણ અંગેની ફરિયાદ નબીપુર પોલીસ મથકે નોંધાવી છે.
ભરૂચ તાલુકાના એક ગામની ૧૫ વર્ષ ૭માસની સગીરા ગત તારીખ-૫મી જુનના રોજ પોતાના ઘરેથી દુકાનમાં સામાન લેવા જવાનું કહી પરત નહિ ફરતા પરિવારજનોએ તેની ભારે શોધખોળ કરી હતી જે બાદ પણ તે મળી નહી આવતા તેના પરિવારે નબીપુર પોલીસ મથકે તેનું અપહરણ કરાયું હોવાની ફરિયાદ નોંધાવી છે પોલીસે સગીરાનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.