Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પરિખ પરિવારના પુત્રનું કેન્સરના કારણે નિધન થયા બાદ શરૂ થયો સેવાયજ્ઞ, 7 હજાર અબોલ પશુઓની કરાય સારવાર

ભરૂચના પરિખ પરિવારના પુત્રનું કેન્સરની બીમારીના કારણે થયેલ નિધન બાદ પરિવાર દ્વારા મન મૈત્રી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી

X

ભરૂચના પરિખ પરિવારના પુત્રનું કેન્સરની બીમારીના કારણે થયેલ નિધન બાદ પરિવાર દ્વારા મન મૈત્રી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી જે અંતર્ગત અત્યાર સુધી 7 હજાર જેટલા અબોલ પશુઓની સારવાર સહિતના સેવા કાર્ય કરવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લામાં વિવિધ સંસ્થાઓ સેવા કાર્ય કરી રહી છે પરંતુ મન મૈત્રી સંસ્થા કે જે અબોલ પ્રાણીઓ માટે સેવા અને ઇજાગ્રસ્ત પશુઓની સારવારનું કાર્ય જિલ્લાભરમાં કરી રહી છે.ભરૂચના વૈષ્ણવ સમાજમાંથી આવતા પરીખ પરિવારના સભ્યો દ્વારા પોતાના પુત્રનું કેન્સરની બીમારીના કારણે નિધન થયું હતું જેના પગલે પુત્રની અબોલ પશુઓ માટેના પ્રેમના પ્રતિક રૂપ મન મૈત્રી ફાઉન્ડેશનની રચના કરી હતી.આ સંસ્થાએ 14 વર્ષ પૂર્ણ કર્યા છે અને ત્રણ સભ્યોથી શરૂ થયેલી સંસ્થા આજે વટવૃક્ષ થઈને ભરૂચ જિલ્લાના અબોલ પશુઓના જીવ બચાવવાનું શ્રેય પ્રાપ્ત કરી કર્યું છે.આ સંસ્થા દ્વારા ભરૂચ જિલ્લાના 7000થી વધુ અબોલ પશુઓની સારવાર કરવામાં આવી છે.મન મૈત્રી ફાઉન્ડેશનના સ્થાપક જયેશ પરીખે જણાવ્યું હતું કે 2017માં મારો પુત્ર કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાઈને મૃત્યુ પામ્યો હતો અબોલ પશુઓ સાથેની મૈત્રી ભાવનાને ધ્યાને લઈ અમે મન મૈત્રી ફાઉન્ડેશનની રચના 2018માં કરીને સેવા કાર્યને આગળ ધપાવ્યું છે

આ સંસ્થાના પ્રમુખ જાસ્મીન દલાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારી સંસ્થા અબોલ પશુઓની સાથે ભરૂચ શહેરમાં વૃદ્ધો અને અસક્ત લોકોને ઘરના આંગણામાં જમવાનું પહોંચાડવાની પણ સેવા કરી રહી છે.

Next Story