ભરૂચ: સીલિંગની કાર્યવાહી બાદ નગર સેવા સદને રૂ. 5.3 કરોડના વેરાની વસૂલાત કરવામાં સફળતા !

નગર સેવા સદન દ્વારા માર્ચ માસમા કરાયેલ કડક ઉઘરાણી અને આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક યોજનાને મળેલ પ્રતિસાદથી પાલિકાએ રૂ.5.3 કરોડના વેરાની વસુલાત કરી છે

New Update
ભરૂચ: સીલિંગની કાર્યવાહી બાદ નગર સેવા સદને રૂ. 5.3 કરોડના વેરાની વસૂલાત કરવામાં સફળતા !

ભરૂચ નગર સેવા સદન દ્વારા માર્ચ માસમા કરાયેલ કડક ઉઘરાણી અને આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક યોજનાને મળેલ પ્રતિસાદથી પાલિકાએ રૂ.5.3 કરોડના વેરાની વસુલાત કરી છે

નાણાકીય વર્ષ 2021-22 ના અંતિમ દિવસોમાં ભરૂચ નગરપાલિકા દ્વારા બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.મિલકતો સીલ કરવા તેમજ પાણી કનેક્શન કાપવા જેવી કડકાઈ રાખી વેરા વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક યોજનાનો પણ સાથ મળતા નગરપાલિકાએ રૂ.5.3 કરોડના વેરાની વસૂલાત કરી છે.સરકારની આઝાદી અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનાનો લાભ લઇ જનતાએ વેરાની બાકી પડતી રકમ ચૂકવવામા ઉત્સાહ દર્શાવ્યો હતો.જેથી આ યોજના વધુ બે માસ સુધી લંબાવવામાં આવી છે અને તેનો લાભ લેવા નગરજનોને અપીલ કરવામાં આવી છે

Latest Stories