ભરૂચ : આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા મળી, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું...

આહીર સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણમાં વધુમાં વધુ પ્રગતિ કરે તે માટે સમાજના આગેવાનો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા મળી, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું...

ભરૂચ જીલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા સહિત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા તથા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ ઝાડેશ્વર સ્થિત તપોવન સંકુલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે 2 મિનિટ મૌન પાળી પ્રાર્થના કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ ડાહ્યાભાઈ આહિરે સમાજના આર્થિક, શારીરિક અને શૈક્ષણિક વિકાસની સંપૂર્ણ વિગતવાર માહિતી આપી. આ સાથે જ આવનાર સમયમાં આહીર સમાજ દ્વારા પોતાના સમાજ માટે સંકુલ બનાવવા માટેની તૈયારીઓ પણ દર્શાવાય હતી. આહીર સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણમાં વધુમાં વધુ પ્રગતિ કરે તે માટે સમાજના આગેવાનો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમાજમાં ચાલતા કુરિવાજો નાબૂદ કરી આર્થિક રીતે સમાજને મજબૂત કરવા પણ ઉપસ્થિતોને આહ્વાન કરવામાં આવ્યું હતું. સમગ્ર સમારોહ દરમ્યાન સમાજના પ્રમુખ ડાહ્યાભાઈ આહીર સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories