/connect-gujarat/media/post_banners/cd294229018acd0a2404a6b39dd2031512802039321fcd5e0afc4ffb15d48d7b.webp)
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામના તમામ મંદિરોમાં નવરાત્રી નિમિત્તે સ્થપાયેલા જવારાઓને પાંચ દેવી મંદિર લાવ્યા બાદ માઁ નમદાના નિરમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
ભરૂચના જૂના તવરા ગામે આહિર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ શ્રી પાંચદેવી મંદિરે આજે દશેરા પર્વે નવરાત્રી નિમિત્તે સ્થપાયેલ જવારાની ઢોલ નગારા સાથે ભવ્ય વિસર્જન યાત્રા યોજાય હતી. જુના તવરા ગામના તમામ મંદિરોમાં સ્થપાયેલા જવારાને પાંચ દેવી મંદિર લાવ્યા બાદ આહીર સમાજ દ્વારા જવારાની ભવ્ય વિસર્જન યાત્રા યોજવામાં આવી હતી. ત્યારબાદ જવારાઓનું પવિત્ર નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ખૂબ જ ભક્તિ ભાવ સાથે નવરાત્રીના 9 દિવસની આરાધના બાદ આહિર સમાજ દ્વારા પાંચ દેવી મંદિરેથી જવારાની વિસર્જન યાત્રા યોજાય હતી. આરાધ્ય કુળદેવી માતાજીના જવારા આસો નવરાત્રીના પ્રથમ નોરતે વિધિપૂર્વક સ્થાપન કરવામાં આવે છે, જ્યાં 9 દિવસ સુધી દરરોજ સવાર-સાંજ પૂજન અર્ચન તથા આરતી કર્યા બાદ રાત્રે માતાજીના મંદિરે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ ઉત્સવ આહીર સમાજ દ્વારા પેઢીઓથી ઉજવાય છે, ત્યારે આજે જવારાઓને પાંચ દેવી મંદિર લાવ્યા બાદ માઁ નમદાના નિરમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આહીર સમાજના આગેવાનો સહિત સમગ્ર જૂના તવરાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.