/connect-gujarat/media/post_banners/7cded194c8bd2f6f13632352ed5189516d217c31f01486eaf1f96a739c788769.jpg)
ભરૂચના કોલેજ રોડ પર આવેલાં આત્મીય સંસ્કાર ધામ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમના ઉપક્રમે તૃતીય યુવક-યુવતી પસંદગી મેળો યોજાયો.
સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમના ઉપક્રમે તૃતીય યુવક-યુવતી પસંદગી મેળો કોલેજ રોડ પર આવેલ આત્મીય સંસ્કાર ધામ ખાતે યોજાયો હતો.જેમાં 150 થી વધુ બ્રાહ્મણ યુવક યુવતી ભાગ લીધો હતો. યુવક અને યુવતીઓએ એકબીજાનો પરીચય કેળવ્યો હતો. આ અવસરે એન્જીનિયર્સ ઇન્ડિયાના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર હરીશ જોશીને સન્માનિત કરાયાં હતાં. આ પસંદગી મેળામાં શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ, જિલ્લા પ્રમુખ યોગેશ પુરાણી, મહામંત્રી રાજુ ભટ્ટ સહિત રજનીકાંત રાવલ, ગીરીશ શુક્લ, મહેશ ઠાકર, ચિરાગ ભટ્ટ, શૈલેષ દવે, દિપક ઉપધ્યાય, જે.ડી ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરૂ પાડયું હતુ઼ં.