Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રાજકીય દ્વેષથી AAPના MLA ચૈતર વસાવા વિરુદ્ધ ખોટી પોલીસ ફરિયાદનો આક્ષેપ...

AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદના પડઘા ભરૂચ જિલ્લામાં પણ પડ્યા છે

X

ડેડીયાપાડા AAPના MLA ચૈતર વસાવાને મળ્યું સમર્થન

આદિવાસી સમાજે આવેદન આપીને નોંધાવ્યો વિરોધ

MLA વિરુદ્ધ ખોટી ફરિયાદ થઈ હોવાનો કરાયો આક્ષેપ

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના વિરુદ્ધ ખોટી પોલીસ ફરિયાદ થઈ હોવાના આક્ષેપ સાથે સમગ્ર ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ સમર્થનમાં આવ્યો છે, આદિવાસી સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીને માર મારવારી અને ફાયરીંગ કરવાની ફરીયાદ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં દાખલ થતાં સમગ્ર રાજ્યના આદિવાસી વિસ્તારમાં ખળભરાટ મચી જવા પામ્યો છે. જે બાદ ધારાસભ્ય ચૈતર વસાવા ભુગર્ભમાં ઉતરી જતાં તેઓ હાલ પોલીસ પકડથી દૂર છે. તો બીજી તરફ, AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદના પડઘા ભરૂચ જિલ્લામાં પણ પડ્યા છે. ચૈતર વસાવાના સમર્થનમાં મોટી સંખ્યામાં સમગ્ર ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભરૂચ કલેક્ટર કચેરીએ ભેગા થઈ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તેઓ વિરુદ્ધ કરવામાં આવેલી પોલીસ ફરિયાદ રાજકીય દ્વેષથી પ્રેરિત હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

Next Story