Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આમોદના લોકગાયકે 'ઝવેરચંદ મેઘાણી લોકગીત સ્પર્ધામાં' રાજ્ય કક્ષાએ સિદ્ધિ મેળવી

આમોદના લોકગાયક પંકજ પંચાલે રાજ્યકક્ષાએ સિદ્ધિ મેળવી, ઝવેરચંદ મેઘાણી લોકગીત સ્પર્ધામાં આવ્યો પ્રથમ ક્રમાંક.

X

ભરૂચના આમોદના લોકગાયક પંકજ પંચાલે ઝવેરચંદ મેઘાણી લોકગીત સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી આમોદ તેમજ ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું.

આમોદના લોકગાયક પંકજ પંચાલે ઝવેરચંદ મેઘાણી લોકગીત સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી આમોદ તેમજ ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું હતું. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા આયોજિત રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાની તેમજ રાજ્ય કક્ષાની ઝવેરચંદ મેઘાણીના લોકગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આમોદના લોકગાયક પંકજ પંચાલે રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે 23 ઓગષ્ટના રોજ બોટાદ મુકામે ગયા હતા. જેમાં રાજ્યના 33 જિલ્લાના 35 સ્પર્ધકોએ લોકગીતમાં ભાગ લીધો હતો. પંકજ પંચાલે ઝવેરચંદ મેઘાણી રચિત 'શિવાજીનું હાલરડું' લોકગીત ગાઇ હાજર સ્પર્ધકો તેમજ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. રસાકસી બનેલી લોકગીત સ્પર્ધામાં જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી બોટાદ દ્વારા આમોદના પંકજ પંચાલને રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંકે વિજેતા ઘોષિત કર્યા હતા. જેથી આમોદ પંથક સહિત ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું હતું.

Next Story