New Update
/connect-gujarat/media/post_banners/6812d2b84a140d192e5f7cfefe61fdc46c476041af49d1590c4d25ee7e39d5d3.jpg)
ભરૂચની આમોદ નગરપાલિકાની બેદરકારીના કારણે તાજીયા કમિટી સહિત રહીશોમા આક્રોશ જોવા મળી રહયો છે.
ભરૂચના આમોદ નગરમાં તાજીયાનું જુલુસ નીકળવાના રસ્તા પર ભૂગર્ભ ગટરનુ ગંદુ પાણી ફરી વળતું હોવાની અનેકવાર નગર સેવા સદનમાં રજૂઆત કરવામાં આવી હતી જો કે આ બાબતે અત્યાર સુધી કોઈ જ કામગીરી કરવામાં ન આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
તાજિયા ઝૂલૂસના માર્ગ પર જ ગંદકીના દ્રશ્યો જોવા મળતા રહીશો અને તાજિયા કમિટીના સભ્યોમાં આક્રોશ જોવા મળી રહયો છે ત્યારે નગર પાલિકાના સત્તાધીશો ક્યારે સાફ સફાય કરાવે છે જોવુ રહયુ.
Latest Stories