Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વહીવટી કાર્યમાં સુગમતા રહે તેવા આશય સાથે આમોદ તાલુકા પંચાયત કચેરીને CCTVથી સજ્જ કરાય

આમોદ તાલુકા પંચાયત કચેરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા

ભરૂચ : વહીવટી કાર્યમાં સુગમતા રહે તેવા આશય સાથે આમોદ તાલુકા પંચાયત કચેરીને CCTVથી સજ્જ કરાય
X

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા પંચાયત કચેરી હાઈટેક સીસીટીવી કેમેરાથી સજ્જ બની છે. આ સાથે જ આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે વહીવટી કામમાં અરજદારોને સરળતા અને સુગમતા રહે તેવું આયોજન ઘડવામાં આવ્યું છે. આમોદ તાલુકા પંચાયત કચેરીમાં અને તાલુકા પંચાયત કચેરીની ચારે બાજુ વર્ષ ૨૦૨૧-૨૨ના ૧૫માં નાણાંપંચની તાલુકા કક્ષાની ૨૦ ટકા ગ્રાન્ટમાંથી ૧૬ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે.

આમોદ તાલુકા પંચાયત કચેરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે અનેક અરજદારો આવતા હોય છે, ત્યારે વહીવટી કામમાં પણ સરળતા અને સુગમતા રહે તે હેતુથી તાલુકા પંચાયત કચેરીમાં સીસીટીવી લગાડવામાં આવ્યા છે. આ બાબતે આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોરે જણાવ્યું હતું કે, તાલુકા પંચાયત કચેરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુરક્ષા વ્યવસ્થાના ઉમદા હેતુસર સીસીટીવી લગાડવામાં આવ્યા છે.

Next Story