New Update
/connect-gujarat/media/post_banners/9e5259b16f402ae83f259c029e68442c25f6ab90713ee7e96b010a83621d8e87.webp)
ભરૂચ થી દહેજનો માર્ગ સતત ટ્રાફિકથી વ્યસ્ત રહેતો માર્ગ છે. આ માર્ગ ઉપર અવર નવર અકસ્માતો સર્જાતા રહે છે. આવોજ એક બનાવ આજ રોજ મોડી રાત્રેના સમયે બન્યો હતો.
જેમાં ભરૂચના શેરપુરા ગામ નજીક એક ટ્રક ચાલક કન્ટેનર લઇ જઇ રહ્યો હતો. તે સમયે ટ્રકના ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કે અન્ય કોઈ કારણ સર ટ્રક ડિવાઇડર પર ચઢી જતાં અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ નહી થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો. સદનસીબે આ દુર્ઘટના મોડી રાત્રે સર્જાતા મોટી હોનરતા ટળી હતી.
Latest Stories