ભરૂચ:વાગરાના ચાંચવેલ ગામેથી ગાંજાના જથ્થા સાથે એક આરોપીની પોલીસે કરી ધરપકડ

ગાંજો અને વજન કાંટો તેમજ ફોન મળી કુલ 27 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

New Update
ભરૂચ:વાગરાના ચાંચવેલ ગામેથી ગાંજાના જથ્થા સાથે એક આરોપીની પોલીસે કરી ધરપકડ

ભરૂચ જિલ્લાનું યુવાધન નશાના રવાડે નહીં ચઢે અને નશાયુકત પદાર્થોના ખરીદ-વેચાણ તેમજ હેરાફેરી અટકાવવા સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિના કેસો શોધી કાઢવા ભરૂચ પોલીસ વડા મયુર ચાવડાએ આપેલ સૂચનાને આધારે ભરુચ એસ.ઑ.જીના પી.આઈ એ.એ.ચૌધરી,એમ.વી.તડવીના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઈ એમ.એચ.વાઢેર સહિત સ્ટાફ જીલ્લામાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન વાગરા પોલીસ મથકના પી.એસ.આઈ એ.કે.જાડેજાને બાતમી મળી હતી કે વાગરા તાલુકા ચાંચવેલ ગામના તળાવ ફળિયામાં રહેતો સુલેમાન ઉર્ફે બાદશાહ અલ્લીહાજી પટેલના ઘરે ગાંજાનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી 2 કિલો 768 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ગાંજો અને વજન કાંટો તેમજ ફોન મળી કુલ 27 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સુલેમાન ઉર્ફે બાદશાહ અલ્લીહાજી પટેલને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories
Read the Next Article

અંકલેશ્વર: ગડખોલ પાટીયાના અક્ષર આઇકોન શોપિંગ સેન્ટર નજીક પાર્ક કરેલ કારની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

અક્ષર આઇકોન શોપિંગમાં ઇક્કો કાર પાર્ક કરી હતી.તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી કારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જો કે આ કાર ચોરીની ઘટના શોપિંગમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ

New Update
Car Stolen
અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ અક્ષર આઇકોન શોપિંગ પાર્ક કરેલ ઇક્કો કારની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ અક્ષર આઇકોન શોપિંગમાં ઇક્કો કાર પાર્ક કરી હતી.તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી કારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જો કે આ કાર ચોરીની ઘટના શોપિંગમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.
Latest Stories