Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રાજ્યભરમાં દારૂબંધીના કડક અમલ માટે ઝઘડીયા પ્રાંત અધીકારી કચેરી ખાતે આવેદન પત્ર અપાયું...

ઝઘડીયા પ્રાંત અધીકારી કચેરી ખાતે સાવિત્રીબાઈ ફૂલે મહિલા પ્રગતી સેના, ભીલીસ્તાન ટાઇગર સેના અને ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરાય હતી.

X

સમગ્ર ગુજરાત રાજ્યમાં દારૂબંધીના કડક અમલ મુદ્દે ભરૂચ જિલ્લાની ઝઘડીયા પ્રાંત અધીકારી કચેરી ખાતે સાવિત્રીબાઈ ફૂલે મહિલા પ્રગતી સેના, ભીલીસ્તાન ટાઇગર સેના અને ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરાય હતી.

ઝેરી દારૂકાંડ કહો કે, કેમિકલ કાંડ પણ અત્યાર સુધી ગુજરાતમાં 40થી વધુ લોકો મોતને ભેટ્યા છે, ત્યારે ગુજરાતમાં મોટાપાયે દારૂના વેચાણ પાછળ તંત્રના અધિકારીઓની પણ ક્યાંકને ક્યાંક મીલીભગત હોવાના આક્ષેપ સાથે સાવિત્રીબાઈ ફૂલે મહિલા પ્રગતી સેના, ભીલીસ્તાન ટાઇગર સેના અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ દેશના નવા મહિલા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને સંબોધીને ભરૂચ જિલ્લાના ઝઘડીયા પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું. ગુજરાત રાજ્યમાં વર્ષ 1960થી દારૂબંધી અમલમાં છે. તેમ છતાં ગામેગામ દારૂની રેલમછેલ થઇ રહી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે, ત્યારે ગુજરાત રાજ્યમાં દારૂબંધી કરો અથવા સંપૂર્ણપણે દારૂની છૂટછાટ આપી દેવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

Next Story
Share it