/connect-gujarat/media/post_banners/927d390fa5485fc87b3f6c10413a89d1fc91dff6cda7bd72bd5459e2a29a848b.jpg)
ભરૂચ જિલ્લાના હિંગલોટ ગામમાં ક્લાસિક સ્પોર્ટ્સ કલબ ખાતે ફાઇનલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના હિંગલોટ ગામમાં ક્લાસિક સ્પોર્ટ્સ કલબ ખાતે ગામ આગેવાન સાજીદ ફસા દ્વારા ફાઇનલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ મનીષ નાયકની ઉપસ્થિતિમાં ટોસ કરી મેચની શરૂઆત કરવામાં આવી હતી. આ ફાઇનલ મેચ થામ અને કરમાડ ગામ વચ્ચે રમાડવામાં આવી હતી. ખૂબ જ રસાકસીભરી મેચમાં કરમાડ ગામની ટીમનો વિજય થયો હતો. આ પ્રસંગે જેમાં દેશ-વિદેશથી પધારેલા મહેમાનો, હિંગલોટ ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં આસપાસના ગામના ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.