ભરૂચ : SRF ફાઉન્ડેશન-નેત્રંગ દ્વારા નવતર પ્રયોગ, કમ્પ્યુટર બસ થકી ૩ હજાર વિદ્યાર્થીઓને અપાયું શિક્ષણ...

New Update
ભરૂચ : SRF ફાઉન્ડેશન-નેત્રંગ દ્વારા નવતર પ્રયોગ, કમ્પ્યુટર બસ થકી ૩ હજાર વિદ્યાર્થીઓને અપાયું શિક્ષણ...

ભરૂચ જીલ્લામાં કમ્પ્યુટર બસ દ્વારા બાળકો, યુવાનો અને સ્ત્રીવર્ગને ઘર આંગણે કમ્પ્યુટરના ઉપયોગ વિશે નિઃશુલ્ક શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે, ત્યારે કમ્પ્યુટર બસ થકી નેત્રંગ તાલુકાના ૩ હજારથી વધુ વિદ્યાર્થીઓને કમ્પ્યુટર અભ્યાસ પુરો પાડવામાં આવ્યો છે.

આજના ડિજિટલ યુગમાં કમ્પ્યુટર રોજબરોજની જીવનશૈલી સાથે સર્વ પ્રકારે વણાઈ ગયું છે. દરેક વર્ગના લોકોને કમ્પ્યુટરના ઉપયોગ વિષે જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે.છેવાડાના માનવીનું સંતાન પણ શિક્ષણ-કેળવણીની મુખ્યધારા સાથે જોડાય તેવા પ્રયાસો સતતપણે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી રહ્યા છે. તેવામાં આધુનિક યુગમાં કમ્પ્યુટરની જરૂરીયાતને ધ્યાનમાં લઇને એસઆરએફ ફાઉન્ડેશન દ્વારા એક નવતર પ્રયોગ કમ્પ્યુટર એજ્યુકેશન ઓન વહીલ્સ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં બસમાં કમ્પ્યુટર્સ, એરકન્ડિશનર, પંખા અને લાઈટ જેવી સુવિધાઓ દ્વારા હરતો ફરતો કમ્પ્યુટર ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે. આ કમ્પ્યુટર બસ દ્વારા બાળકો, યુવાનો અને સ્ત્રીવર્ગને ઘર આંગણે કમ્પ્યુટરના ઉપયોગ વિશે નિઃશુલ્ક શિક્ષણ પુરૂ પાડવામાં આવે છે. કમ્પ્યુટર બસમાં અત્યાર સુધી લગભગ 3 હજારથી વધુ વિદ્યાર્થીઓને એસઆરએફ ફાઉન્ડેશન હેઠળ કમ્પ્યુટર અભ્યાસ પુરો પાડવામાં આવ્યો છે. નેત્રંગ તાલુકાના અંતરીયાળ વિસ્તારોમાં પ્રોજેકટ સ્થળ હોય ત્યાં બસ લઈ જઈને દરરોજ સવારથી સાંજ સુધી અને 3 મહિનાના સમયગાળા દરમ્યાન સ્કુલના શિક્ષકોને પણ કમ્પ્યુટર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ પ્રકારની સુવિધાઓ આદિવાસી વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આવકારદાયક માનવમાં આવી રહી છે.

Read the Next Article

અંકલેશ્વર: હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીને બેસ્ટ ફાયનાન્સીયલ મેનેજમેન્ટ કેટેગરીમાં સમગ્ર ભારત દેશમાં બીજા ક્રમનો એવૉર્ડ એનાયત

નવી દિલ્હી ખાતે નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરીસ લી. દ્વારા આયોજીત "Cooperative Sugar Industry Conclave 2025" & "National Efficiency Awards Ceremony"માં

New Update
IMG-20250704-WA0064
નવી દિલ્હી ખાતે નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરીસ લી. દ્વારા આયોજીત "Cooperative Sugar Industry Conclave 2025" & "National Efficiency Awards Ceremony"માં ભારત સરકારના  કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને  કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાના હસ્તે ભરૂચના હાંસોટમાં આવેલ પંડવાઈ સુગર ફેટકરીને વાર્ષિક કાર્યક્ષમતા પુરસ્કાર 2023-24 હેઠળ બેસ્ટ ફાયનાન્સીયલ મેનેજમેન્ટ કેટેગરીમાં સમગ્ર ભારત દેશમાં બીજા ક્રમનો એવૉર્ડ મળ્યો હતો.સુગર ફેકટરીના ચેરમેન અને અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલે આ એવોર્ડ સ્વીકાર્યો હતી.

IMG-20250704-WA0073

આ અંગે ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આ પુરસ્કાર સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા, જવાબદારી અને મજબૂત નાણાકીય શિસ્તનું પ્રતીક છે. આ સિદ્ધિ  તમામ ડિરેક્ટર, તમામ વિભાગનાં વડા, એન્જીનીયર, કેમીસ્ટ, કર્મચારી સહીત સભાસદમિત્રો/ખેડૂતોમિત્રો અને સહયોગીઓની સામૂહિક મહેનત અને વિશ્વાસનું પરિણામ છે.અમે આ સન્માનને વધુ પ્રગતિ અને પારદર્શક કામગીરી માટે પ્રેરણા તરીકે સ્વીકારીએ છીએ