/connect-gujarat/media/post_banners/fa03a20fcd5f79d0a5fbc4d2773f7a7facda06434656d5336993c941d9bb21b8.webp)
ભરૂચ શહેરના ડુંગળી વિસ્તારમાં આવેલ માનવ રહિત રેલ્વે ફાટક ટ્રેન આવતી હોય ફાટકમેન બંધ કરવા જતાં અજાણ્યા રીક્ષાચાલકે ફાટકમાં અથાડી ફાટકને નુકશાન પહોંચાડ્યું હતું. બનાવના પગલે રેલ્વે ટીમ દ્વારા ક્ષતિગ્રસ્ત ફાટકનું રીપેરીંગ કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના ડુંગળી અને શેરપુરા વિસ્તાર નજીક ફાટક આવેલી છે. આજરોજ બપોરના સમયે દહેજ તરફથી એક ટ્રેન આવી રહી હતી. તે સમયે ફાટકમેન દ્વારા ડુંગળી વિસ્તારની ફાટક બંધ કરી રહ્યો હતો. તે સમયે એક અજાણ્યા રીક્ષાચાલકે બેપરવાહીથી અને ફૂલ ઝડપે રીક્ષા ચલાવી લાવી ફાટક બંધ થાય તે પહેલાં રીક્ષા ફાટક સાથે અથાડી ત્યાંથી ભાગી ગયો હતો. રીક્ષા અથડાવના કારણે ફાટકને ભારે નુકસાન પહોચ્યું હતું. ઘટનાની જાણ થતાં જ રેલ્વેના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી ટેકનીકલ ટીમને બોલાવી ફાટકનું સમારકામની કામગીરી હાથ ધરી હતી. આ મામલે રેલ્વે RPF પોલીસે અજાણ્યા રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.