Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આંગણવાડી વર્કરોએ વિવિધ પડતર પ્રશ્ને કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વિમેન યુનિયન દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવી વિવિધ પડતર માંગણીઓ બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

X

ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વિમેન યુનિયન દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવી વિવિધ પડતર માંગણીઓ બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

રાજ્યની આંગણવાડીઓમાં ફરજ બજાવતી બહેનો દ્વારા છેલ્લા ઘણા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર અને હેલ્પર વિમેન યુનિયન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને માનદ વેતનમાં વધારો કરી આપવામાં આવે, વર્કર અને હેલ્પર બહેનોને વર્ગ-4ના કર્મચારી તરીકે જાહેર કરવામાં આવે, આ ઉપરાંત વર્કર અને હેલ્પર હાલ માનદ કાર્યકરો હોય તો તેમના કામગીરીનો સમય તેમજ કાર્ય નક્કી કરવામાં આવે. આ સહિતની રજૂઆતો કરવામાં આવી છે. આ સાથે જ આંગણવાડી બહેનો દ્વારા 9 મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી છે. અને જો, આ બાબતે યોગ્ય નિરાકરણ ન આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Next Story