Connect Gujarat
ભરૂચ

ભરૂચ : તંત્ર વિરુદ્ધ રિક્ષા ચાલકોમાં રોષ, રીક્ષા સ્ટેન્ડની ફાળવણી કરવા જય ભારત ઓટો રિક્ષા એસો.ની ઉગ્ર માંગ

ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં વાહનોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે.

X

ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં વહીવટી તંત્ર તેમજ પાલિકા દ્વારા રીક્ષા સ્ટેન્ડની ફાળવણી કરવામાં આવે તેવી જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા ફરી એક વખત માંગણી કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં વાહનોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. જેની સામે મુખ્ય માર્ગો સાંકળા હોવા સાથે ગેરકાયદેસર પાર્કિંગના કારણે ટ્રાફિક જામના દ્રશ્ય હવે સામાન્ય બાબત બની ગઈ છે. તેવામાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક કંટ્રોલ કરવા વાહનચાલકો સહિત રિક્ષા ચાલકોને દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન, પાંચબતી, મોહંમદપુરા અને શક્તિનાથ સહિતના મુખ્ય માર્ગો પર રીક્ષાચાલકો રોજી મેળવવા રિક્ષા ઊભી રાખી પેસેન્જરોને બેસાડતા ઘણી વખત રીક્ષાચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખી જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન-ભરૂચના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં રીક્ષા ચાલકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શહેરમાં 82 જેટલા રીક્ષા સ્ટેન્ડની વારંવાર માંગણી કરવા છતાં પણ વહીવટી તંત્ર અને પાલિકા દ્વારા રીક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવ્યા નથી. પરિણામે રિક્ષા ચાલકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે પાર્કિંગ બાબતે વિવાદ સર્જાતો હોય છે, ત્યારે હવે વહેલી તકે તમામ રિક્ષા ચાલકોની માંગ સંતોષાય તેવી જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

Next Story