New Update
/connect-gujarat/media/post_banners/5ed37982618f50c289731c2ac1228b785d7e3f90ffa6f06d5ee92d16c145ddfb.webp)
ભરૂચ જિલ્લાના ઉમલ્લા નજીક આવેલ વલી ગામ ખાતે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI) દ્વારા પશુ આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI) ભરૂચ દ્વારા ઉમલ્લા પાસે આવેલ વલી ગામ ખાતે પશુ આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ગાય, ભેંસ અને બકરીઓ મળી 200થી વધુ પશુઓને વેક્સિન મુકવામાં આવી હતી.
આ સાથે જ દવા પણ આપવામાં આવી હતી. 135થી વધુ ગાય, ભેંસને અન્ય રોગનું નિદાન કરવામાં આવ્યું હતું. JCI પ્રમુખ ઉર્વી શાહ દ્વારા ડોક્ટર પ્રશાંત વસાવા તથા તેમની ટીમને આવકારવામાં આવ્યા હતા. પશુ આરોગ્ય નિદાન કેમ્પમાં ડોક્ટર પ્રશાંત વસાવાએ સેવા આપી હતી. પશુ આરોગ્ય નિદાન કેમ્પમાં JCI ભરૂચના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.
Latest Stories