Connect Gujarat
ભરૂચ

ભરૂચ: મુખ્યમાર્ગો પર રખડતા ઢોરનો અડિંગો, ન.પા.ક્યારે કરશે કાર્યવાહી ?

X

ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહયો છે.ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે જ મુખ્ય માર્ગો પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠેલા જોવા મળે છે.

ભરૂચ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાંની સાથે માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળી રહયો છે.પાલિકા અને વહીવટી તંત્ર કડક કાર્યવાહી કરતું ન હોવાથી બેફામ બનેલાં પશુપાલકો તેમના પશુઓને રખડતા મુકી દેતાં હોય છે જેના પરિણામે વાહનચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બને છે.શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓએ અડિંગો જમાવવાનું શરૂ કરી દીધું છે.

છેલ્લા બે વર્ષથી દર ચોમાસામાં રખડતા પશુઓનો ત્રાસ હોવા છતાં તંત્ર તેના નિવારણમાં સંપૂર્ણ નિષ્ફળ નીવડયું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ગત વર્ષે પાલિકાએ રખડતા પશુઓનો સર્વે કરાવી માલિકોને તેમના પશુઓને રખડતા નહિ મુકવા તાકીદ કરી હતી પણ અસરકારક કાર્યવાહી નહિ થતાં આ વર્ષે ફરીથી રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળી રહયો છે.

Next Story