ભરૂચ: અંકલેશ્વરના અંસાર માર્કેટમાંથી રૂ. 1.30 લાખનું શંકાસ્પદ ભંગાર ભરેલો ટેમ્પો ઝડપાયો

અંકલેશ્વરમાં ફરી એકવાર ભંગાર ચોરી ! અંસાર માર્કેટમાંથી શંકાસ્પદ ભંગાર ભરેલો ટેમ્પો ઝડપાયો.

New Update
ભરૂચ: અંકલેશ્વરના અંસાર માર્કેટમાંથી રૂ. 1.30 લાખનું શંકાસ્પદ ભંગાર ભરેલો ટેમ્પો ઝડપાયો

અંકલેશ્વર શહેર પોલીસે નવજીવન હોટલ પાછળ આવેલ લક્ષ્મી કાંટા નજીકના ગોડાઉન પાસેથી ટેમ્પોમાં ભરેલ લોખંડની પ્લેટો સહિત શંકાસ્પદ ભંગારનો જથ્થો મળી કુલ 4.32 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વરના અંસાર માર્કેટ પાસે નવજીવન હોટલ પાછળ આવેલ લક્ષ્મી કાંટા નજીક ગોડાઉન નંબર-2માં આઇસર ટેમ્પો નંબર-જી.જે.16.એ.યુ.5674માં શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરેલ છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે ગોડાઉન પાસે ઉભેલા ટેમ્પોમાં તપાસ કરતાં તેમાંથી લોખંડની પ્લેટો અને ચેનલો મળી આવી હતી પોલીસે ગોડાઉનમાં હાજર બે ઈસમોને ભંગારના જથ્થા અંગે પૂછપરછ કરતાં તેઓએ સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે 4420 કિલો ભંગાર અને ટેમ્પો મળી કુલ 4.32 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ગોડાઉન ખાતે રહેતા વિરલ ઠક્કર અને સારંગપૂર ગામની નવી નગરીમાં રહેતા મનીષ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories