ભરૂચ: અંકલેશ્વરમાંથી બ્રાન્ડેડ કંપનીના બિસ્કિટની ચોરી, સુરતના વેપારીની ધરપકડ

અંકલેશ્વરમાંથી બ્રાન્ડેડ કંપનીના બિસ્કિટ ભરેલા ટેમ્પાની ચોરી, ચોરીના બિસ્કિટ ખરીદનાર સુરતના વેપારીની ધરપકડ.

New Update
ભરૂચ: અંકલેશ્વરમાંથી બ્રાન્ડેડ કંપનીના બિસ્કિટની ચોરી, સુરતના વેપારીની ધરપકડ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સોમાની ચોકડી નજીકથી ટ્રાન્સપોર્ટ ઓફિસની સામેથી બિસ્કિટ ભરેલ ટેમ્પો ચોરોના મામલામાં બિસ્કીટની ખરીદી કરનાર સુરતના ભેસ્તાનના વેપારીને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગત તારીખ-12મીએ ઓગસ્ટના રોજ રાતે ઝઘડિયાની બ્રિટાનીયા કંપનીમાંથી બિસ્કિટ ભરીને ટેમ્પો નંબર-જી.જે.16.એક્સ.6371 ચાલક ચાલક અશોક દેવમન સીરસાટ અંકલેશ્વર જી.આઈ.ડી.સીની સોમાની ચોકડી નજીક પાટિલ ટ્રાન્સપોર્ટની ઓફિસ ખાતે આવ્યો હતો અને ઓફિસની સામે ટેમ્પો પાર્ક કરી ઘરે ગયો હતો તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી બિસ્કિટ ભરેલ ટેમ્પો અને 6.42 લાખથી વધુનો જથ્થો મળી કુલ 8.42 લાખથી વધુનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ટેમ્પો ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન જી.આઈ.ડી.સી.પોલીસે સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ પ્રિયકા ગ્રીનપાર્કમાં રહેતા અને ચોરીના બિસ્કિટની ખરીદી કરનાર વેપારી ભેરુલાલ જગદીશ તૈલીને ઝડપી પાડી તેની પાસેથી ટેમ્પો સહિત મુદ્દામાલ કબ્જે કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ટેમ્પોની ચોરી કરનાર ઈસમ પોલીસ પકડથી દૂર છે.

Latest Stories