Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઉચ્ચતર માધ્યમિક શાળા કર્મચારીઓની વાર્ષિક સાધારણ સભા યોજાય, વિશિષ્ટ વ્યક્તિઓનું કરાયું સમ્માન

ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓની સહકારી ક્રેડિટ સોસાયટી દ્વારા 39મી વાર્ષીક સાધારણ સભા યોજાઈ હતી.

X

ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓની સહકારી ક્રેડિટ સોસાયટી દ્વારા 39મી વાર્ષીક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શાળા કર્મચારીઓની સહકારી ક્રેડિટ સોસાયટીની 39મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી॰ જેમાં સભાના અધ્યક્ષ પદે ભરત પટેલ, ઉચ્ચતર માધ્યમિક ગુજરાત મંડળના પ્રમુખ તથા અતિથિ વિશેષ સુનિલ જોશી, બોર્ડ મંત્રી મંડળના સભ્ય મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક કર્મચારીઓની ક્રેડિટ સોસાયટી લિમિટેડના નવા ચેરમેન તરીકે રવિન્દ્રભાઈ પટેલની તેમજ ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના મહામંત્રી તરીકે મહેશ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં ઉત્તેણે થયા બદલ પ્રોત્સાહક ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. વિશેષ વ્યક્તિના સન્માનમાં પ્રવીણસિંહ રાણા તથા કિરીટસિંહ મહિડાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

Next Story